Empowered Education Education for all

પ્રચારની કોને જરૂર છે, અહિતો અસ્તિત્વની જ પ્રસ્તુતી નથી. !! આમતો આ પોસ્ટ સાથે રજૂ કરેલી તસવીરને વર્ણવા કોઈ શબ્દોની જરૂર નથી. છતાં મારા વિચાર શેર કરું છું.

સમાજની બે વિપરીત પરિસ્થિઓ વર્ણવતી આ તસ્વીર આજની કડવી વાસ્તવિકતા છે, આંખે તરવરે એવી છે. હમેશા સ્વ માં જ રાચનારાઓ માટે કદાચ આત્મસંતોષનો દરવાજો ખૂલવો ખુબજ કઠીન છે. આત્મસંતોષ શબ્દ આજે પૈસાથી પણ મોટો થઈ ગયો છે. જીવનના આટાપાટા અને અટપટા રસ્તે રઝળવું છતાં આગળ વધવું એ ખુમારી માટે આજે પણ ડગલે અને પગલે નિસ્વાર્થ, નીડર, જ્ઞાની, નિરાભિમાની અને આત્મસંતોષી શિક્ષકની જરૂર પડે, પણ અહિયા તો શાળાએ પણ કોણ લઈ જાય !?

બચપણથી જ કોરી પાટીમાં લખતા શીખવાડનારને કઈ રીતે ભૂલી શકાય ? આજે વિપરીત અને વિષમ પરિસ્થિઓને ઉલેચવા અને ઉકેલવા માટે જીવનમાં આજીવન તમારા આદર્શ શીક્ષક સાથે હોવા ખુબજ જરૂરી છે.

આપની આજુબાજુ ઘણીવાર આ પ્રકારે બાળકો શિક્ષણથી વંચિત રહેતાં જોયા હશે, એમને શાળા સુધી પોહચાડવા કોઈ પણ રીતે કરાતી મદદ રાષ્ટ્ર સેવા જ છે.

પ્રતિકૂળ પરિસ્થિઓને કાપવા માટે આત્મબળ, આત્મવિશ્વાસ અને સંતુલિતતાની આજે પણ ઘણા વિદ્યાર્થીને કેળવવી રહી.

 

ફોટો ક્રેડિટ – બાબુ કુંજુ