માનનીય શ્રી
આ૫ને તથા સમગ્ર પરિવારને મહા નવરાત્રી પર્વની શુભેચ્છાઓ. આપ આમારા વેબસાઇટ લોન્ચિંગ ઇવેન્ટમાં ખુબજ ટુંકી નોટિસમાં ઉપસ્થિત છો, એ જાણી હર્ષની લાગણી વ્યક્ત કરું છું. આપશ્રીની પ્રેરક હાજરી થી અમારું મનોબળ ચોક્કસ વધશે.
ચૈત્ર માસની વસંત ઋતુમાં ઉજવાતી નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રી, અષાઢ શુક્લ પક્ષમાં ઉજવાતી નવરાત્રી એટલે અષાઢ નવરાત્રી (ગુપ્ત નવરાત્રી). આસો માસની શરદ ઋતુમાં ઉજવાતી નવરાત્રી એટલે આસો નવરાત્રી, જેની આપણે મહા નવરાત્રી તરીકે ઉજવણી કરીએ છીએ, અને પોષ મહિનામાં આવતી નવરાત્રી એટલે પુષ્ય નવરાત્રી. આ ચારેય નવરાત્રિઓમાં ‘માં શક્તિ’ના, નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને સમગ્ર ભારતવર્ષમાં ઉજવણી કરવામાં આવે છે. આસો સુદ એકમ, આસો મહા નવરાત્રી શરદ (નવરાત્રી) નું પ્રથમ નોરતું એટલે, આજે 26 સપ્ટેમ્બર 2022 અને સોમવાર. નવરાત્રિનો શક્તિપર્વ એ શ્રમનો મહિમા છે. શક્તિના માધ્યમ થકી, શ્રમ કરવાથી જ, ધન, યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મનુષ્ય શરીરમાં રહેલી સંચારિત શક્તિ એ જ શ્રમનું પ્રેરક બળ છે.
શ્રમના મહિમાનો અવસર એટલે આજનો દિવસ, નવરાત્રીનું પ્રથમ નોરતું અને અમારી વેબસાઇટને www.imbluecollars.com લોન્ચ કરવાનો અવસર. આપણી આસપાસના લાખો લોકો શ્રમ કરીને પરિવારનું સ્વમાનભેર ગુજરાન ચલાવતા હોય છે, કોઈ પણ નાનું કામ કરવાથી, સમાજનો છેવાડાનો માનવી આનંદ મેળવે છે કારણ એમની અંદર રહેલી શક્તિ જ છે, સાક્ષાત ‘માં’ જ છે, અને માં હરહંમેશ કોઈ પણ નાનામાં નાનું કામ કરતા પોતાના બાળકને હસતો જ જોવા ઇચ્છતી હોય છે. આ વેબસાઇટ વિષે વધુમાં કહું તો, આ વેબસાઇટ 185 થી વધુ કેટેગરીમાં નાના પણ પોતાના કામ કરતાં, હકક નું રળીને ખાતા લોકોને સાંકળતું એક વિશાળ પ્લેટફોર્મ છે, જે આજરોજ રાજકોટ ખાતે લોન્ચ થવા જઈ રહ્યું છે, જે આગળ જતાં વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી સમગ્ર ગુજરાતનાં પ્રત્યેક જિલ્લાને આવરી લેશે.
આ વેબસાઇટ લોન્ચ થવાનું પ્રેરક બળ, એટલે મારા પપ્પા, એમણે એમની લાઈફમાં દશકાઓ સુધી મહેનત-મજૂરી કરીને અમને ત્રણેય ભાઈ-બહેનને ઉછેર્યા, ખરા અર્થમાં પેટે પાટા બાંધીને ભણાવ્યા અને વહેતા કર્યા. મે 2007-08 માં આર્થિક ઉપાર્જન માટે રાજકોટ છોડ્યું અને સતત ફરતો રહ્યું છું. Ph.D કેમેસ્ટ્રી પૂરું કર્યા બાદ યુરોપ જવાનું ઘેલું લાગ્યું. ડેન્માર્કમાં હું અને મારી વાઈફ કૃપા મહેતા સાથે જ ત્યાં સ્થાયી થયા.
સંઘર્ષના દિવસો હજુ જોવાના બાકી, પ્રકૃતિને અમારી પાસે કઈ અલગ જ અપેક્ષા હોય તેમ મે અને કૃપાએ ડેન્માર્કના ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરના લેબર માર્કેટની બોટમ હાઇરેકીની 7 વર્ષ સુધી જોબ્સ કરી અને સાચ્ચા અર્થમાં ડિજિટલ ટેકનોલોજીનો સદ ઉપયોગ જાણ્યો અને માણ્યો.
વિદેશમાં કૌશલ્ય ધરાવતા અને લેબર કામમાં રોકાયેલા લોકોના વેતન દર ખૂબ જ ઊચા હોય છે, તેમની સ્કિલસ અને આવડતને લેબર માર્કેટમાં ખૂબ જ પ્રોત્સાહન મળતું હોય છે. સ્કિલ ધરાવતા લોકો કામને લઈને સુવ્યવસ્થિત આયોજન અને માળખાકીય જોગવાઈને કારણે તેઓ એકદમ સરળ રીતે ઉપલબ્ધ નથી હોતા. કોઈ પણને આવા સ્કિલ્ડ લોકોની પ્રોફેશનલ સેવા જોઈતી હોય તો તેમના સમયનું આયોજન અગાઉથી નિર્ધારિત કરવું પડે અને વેતન પણ પહેલે થી જ ચૂકવવું પડે છે, અને પછી તમારું કામ થાય છે. સ્કિલ્ડ જોબ અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનથી જોડાયેલા હોય છે, અને બસ આ જ વ્યવસ્થા અમને સ્પર્શી ગઈ.
www.imbluecollars.com વેબસાઇટ અને એપ્લિકેશન થકી, કૌશલ્ય અને મહેનત-મજદુરી સાથે જોડાયેલા લોકોની વિઝ્યુઅલ ડિજિટલ ઓળખ ઊભી થશે, તેમના કામ અને વ્યવસાયનું વેબસાઇટ અને એપ્લિકેશન પર પ્રોફેશનલ ડિસ્પ્લે થશે, લાખો લોકો માંથી તમારી નજીકમાં તમારે જરૂર જોઈતી સર્વિસ લઈ શકશો. સર્વિસ લેનાર કે આપનાર વેબસાઇટ અને એપ્લિકેશનના મધ્યમ થકી એકબીજા સાથે જોડાઈ શકશે. ટેકનોલોજીના મધ્યમ થકી લાખો લોકોને રોજગારીની તકો ઊભી થશે.
આજે મોબાઈલ અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મથી સહજ હરકોઈ પણ વ્યક્તિ વાકેફ છે જ, અને વ્યવહાર કરતો થયો છે. બ્લુ કોલર્સ વ્યવસાયો જેવા કે દરજીકામ, મોચીકામ, સુથારીકામ, કડિયાકામ, લાદીકામ, માટીકામ, કર્મકાંડ, મજૂરી, ફ્રૂટ શાકભાજી વિક્રેતાઓ, ઇલેકટ્રીસીયન, એસી રિપેરિંગ, ટિફિન સર્વિસ, ડ્રાઈવીંગ, રીક્ષા, ફ્રૂટ-શાકભાજી, મજૂરી, કારખાનાના કારીગરો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં લોકો, ગેરેજ, પંચર કરનાર, પેન્ટર, સિલાઈ કામ, વેલ્ડિંગ, કોંપ્યુટર-મોબાઈલ રિપેરિંગ, ફોટોગ્રાફી-વિડીયો શૂટિંગ, વગેરે સર્વિસ આપતા આવા નાના મોટા હજારો કૌશલ્ય આધારીત વ્યવસાયો છે, અને આવા નાના પણ અગત્યના વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને આંગળીના ટેરવે કેમ સંપર્ક કરી શકાય, એ જ આ વેબસાઈટનો ઉદેશ્ય છે.
આ વેબસાઇટમાં કોઈ પણ મહીલા તેમજ વિકલાંગ ભાઈઓ-બહેનો જે ઘરે બેઠા આર્થિક ઉપાર્જન કરે છે, એમનું રજીસ્ટ્રેશન તો ખરું જ પણ નામ, નંબર, લોકેશન અને વ્યવસાયનું નિશુલ્ક બ્રાન્ડિંગ કરી દેવામાં આવશે.
આશા રાખીએ કે તમને આ વેબસાઈટ પ્રોજેક્ટનો ઉદેશ્ય અને અમારો પ્રાથમિક ખ્યાલ મળી ગયો હશે. તમારી સૂચક હાજરી અને સૂચનો આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આવકાર્ય છે.