TARGET Vs ACHIEVEMENT નહિ, પણ પ્રયત્નો Vs ટાર્ગેટ

ધંધો, આ શબ્દ ગુજરાતી માટે થોડો વધુ નજીક છે. આપણે અહિયાં કહેવાય છે બટકું રોટલો ખાવો પણ પોતાનો ખાવો.ધંધોની શરૂઆતે માત્ર મૂડીનું જ રોકાણ નહિ પણ જે તે વ્યક્તિની મહેનત, એનર્જી, વિશ્વાસ અને પ્રતિષ્ઠા સહિત ઘણું બધુ દાવ પર લાગતું હોય છે.

આજ કલ સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ્સને વિવિધ પ્લેટ્ફોર્મસ પર પ્રોત્સાહન મળે છે, આવા કાર્યક્રમો પૈસાની મદદથી વિચારોને ખરીદવા નીકળ્યા હોય છે, એમાં કોઈ શંકા જ નથી પણ વિચારોને ડામી દેવા કરતાં તેમને યોગ્ય સમયનો ક્યાસ મેળવીને સારા વ્યક્તિ સાથે જોડાઈને તમારી ENERGY NE SYNC કરી SYNERGIES  માં ફેરવી શકાય.

અત્યારનો સમય એટલે ઝડપથી મુસાફરી કરી રહ્યો છે, કે જેને કામ કરવું છે એની પાસે ખુબજ કામ છે, અને જેને કશું કરવું જ નથી, એ ફલાણાઓના નુકશ કાઢવા માંથી અને પરિસ્થિઓના બહાના કાઢવા માંથી જ ઊચા નથી આવતા.

ખેર વાતો કરતાં કરતાં બીજે રસ્તે ચડી ન જાવ એ પેહલા મૂળ વાત પર આવું છું. ગયા વર્ષે ગણપતિ બાપ્પા આવ્યા ત્યારે 14 વર્ષના વનવાસ બાદ રાજકોટ રિટર્ન્સના ફર્સ્ટ ફેઝમાં પા-પા પગલી કરતો, પણ આ વર્ષે ગણપતિ બાપાએ મારી મહેનતનો રંગ રાખી દીધો છે. મારા નાના-નાના સ્ટાર્ટ-અપ્સ હવે થોડા મોટા થયાં છે, અને બાળક મોટુ થાય પછી એને ઘોડિયામાં હિચકાવવાનો કોઈ અર્થ નથી, ભલેને ગમે તેટલું વ્હાલું હોય. તો એ જ રીતે હવે મારી આ પાંચ સ્ટાર્ટ અપ્સ કંપનીઓને આ વર્ષના ગણપતિ બાપ્પાની વિદાય પછી નવા આયામ પર લઈ જવા માટે હામી ભરું છું.

હું ઘણી વખત મિત્રો સાથે શબ્દો શેર કરતો હોવ છું કે દરેક સ્ટોરીમાં એક પાત્ર હોય છે, અને એક સંઘર્ષ હોય છે, તમારે શું ઉજળું કરવું એ તમારી ઉપર છે. સંઘર્ષોને વાગોળશો તો થોડી વાર કોઈ સાંભળશે, પણ સંભાળશે કોઈ નહિ, અને પાત્રને ચમકાવશો તો તમારા વતી તમારો સંઘર્ષ બોલશે. સફળ થવાના ઘણા માપદંડો હોય છે, કા પૈસે-ટકેથી, કા પછી સંતોષથી, એ જે તે વ્યક્તિની જીવનશૈલી અને સંગત નક્કી કરે છે. કોઈ સફળ થાય તો કોઈ સ્વ-ફળ ખાય, અને કોઈ-કોઈ સહઃ ફળ પણ થાય.

સફળતાનું કોઈ સૂત્ર નથી. વ્યક્તિગત વાત કરું તો મે સંઘર્ષને વાગોળવા કરતાં તેમાં રહેલા પ્રથમ પુરુષ એક વચનને ચમકાવવું નક્કી કર્યું છે.  કામ પ્રત્યે PATIENCE અને PASSION રાખીને પણ ઉજળું થઈ શકાય છે એ મે જાણ્યુ. કરેલું કોઈ વ્યર્થ નથી જતું ,આ વાત થોડી મોડીફાઇડ કરીને કહું તો, સફળતા વગર સંઘર્ષોનું કોઈ જ મૂલ્ય નથી એ આ સમયકાળમાં વધુ યોગ્ય ગણાશે.

પરંપરાગત પેઢીઓના પૈસે આવેલું ધંધાનું ડહાપણ ઘણી વખત દામ ને બદલે ડામ દેતું હોય છે, વારસામાં મળતું સુકાન ઘણી વખત મુશ્કેલી સર્જતું હોય છે. ભલે તમે વિદ્યાર્થી, કર્મચારી કે પછી ગૃહિણી શા માટે નથી, કોઈ પણ માંડેલા કામમાં રિસર્ચ કરો, ધંધાનું રેવન્યુ મોડેલ જાણો, બજારમાં લોકો કેવી રીતે પ્રેક્ટિસ કરે છે એ જુઓ, થોડો નિયતથી અનુભવ મેળવો, કોઈનું આંધળું અનુકરણ ન કરતાં તમારા વર્ક સ્પેસની ખુરસી દિવસમાં કમસે કમ 12 થી 15 કલાક ગરમ કરો, જીવનમાં કઈક નવું કરો અને કોઈને જજ નો કરો, વણ જોઈતી સલાહ તો ખાસ ન આપો. સ્વપ્રયત્ને જ સફળતા બન્ને માર્ગેથી આવશે જ, એક સંતોષથી, તો બીજા બીજા સંપતિ થી.

પોતાના માટે કામ કરો, પોતાને ગમતું કામ કરો, સારા માણસોનો અભિપ્રાય લ્યો, પણ ધાર્યું તમારા મનનું જ કરો, આસાનીથી કઈ જ મળવાનું નથી, સાહસમાં ઠોકર ખાસો, તો વાગસે પણ ખરા, પણ એ ખાવાથી જ અક્કલ આવશે, નહિ કે સારી સારી અને મીઠી મીઠી ખોટીવેશનલ વાતો સાંભળવાથી.

આમ તો આધિપત્ય પર પહોંચવાના ત્રણ માર્ગ છે, એક લક્ષ્મી, એક શક્તિ અને એક સરસ્વતી ત્રણ માંથી કોઈ પણ એકને રિઝવશો તો પણ  આગળ વધશો. યાદ રાખજો, વ્યાપાર કરવો  એ થોટ પ્રોસેસ જ છે, જેને 15 મહીના સુધી સતત હથોડા મારતા જ રહેવા પડે છે. સૌ પ્રથમ બીજ – પ્રૂફ ઑફ આઇડીયા કે જે સ્વભાવીક રીતે નેચરલી તમને મનમાં ઉદ્ભવયુ હોય છે, ત્યારબાદ કાગળિયા કમાવવા માટે તેમને ‘કામના કાગળીયા’  પર લાવવા ઘણી મશક્કત અને મથામણો કરવી જ રહી. તમારા સ્વભાવનું  અને અભાવનું સેલ્ફ એસ્ટીમેશન થશે એ નફા માં.

બીજમાં જે લોકો વૃક્ષ જોઈ શકે છે, ટીપાંમાં દરિયાનો ક્યાસ મેળવી શકે છે, સામાજિક અને આર્થિક પડકારોમાં પણ પોતાના માટે તક જોઈ શકે છે, જે લોકોને બાધાઓ નહિ ફક્ત લક્ષ્ય દેખાય છે, તેવો માયલો આજેય  ભીડમાં તરવરી આવે છે. કામ કરવા માટે ફક્ત તમારા વિચારોને એકાગ્ર કરો, વિચારોને અનુશાસીત કરશો તો જ જીવનમાં ફરક દેખાય. મહેનત જ કરીને સફળ થવાય. વિશ્વનિયંતા સંચાલિત સમયચક્ર અવિરત ફરતું રહેવાનું છે, પરિસ્થિતિઓનું પણ કઈક આવુજ હોય છે. દુનિયા તમારી સામે ચાલીને નહિ આવે, તમે જ એકમાત્ર છો જેને પ્રયત્નો કરવા પડશે જેથી લોકો તમારી સાથે કનેક્ટ થાય. પ્રયત્ન કરી જુઓ પછી જુઓ લોકો તમારી હા માં હા મેળવતા થઈ જશે.

 

WE TRAVEL NOT TO ESCAPE LIFE, BUT FOR LIFE NOT TO ESCAPE US

 

ડો. રિતેશ ભટ્ટ