જેને આપણે મજૂરી કહીએ છીએ, એ મહેનત છે. તો રિપેરિંગ કામ એ હુન્નર છે તેમજ હસ્તકલા એ કૌશલ્ય છે. ઘરે બેઠા થતું કોઈ પણ આવક આધારિત કામ એ તમારી આવડત છે અને ઘર ચલાવવાની સુજબુજ છે.
કોઈ પણ નાના પરંતુ મહેનત વાળા વ્યવસાયો, જે તમારી રોજગારી છે, એ વાસ્તવમાં બ્લુ કોલર્સ સ્કિલ છે. બ્લૂ કોલર્સ વ્યવસાયની વિશાળ કેટેગરી હોય છે. આવા તો ઘણા વ્યવસાય છે જેમાં હુન્નર, મહેનત અને આવડતની જરૂર હોય છે. તેઓ ઓછું પણ હક્કનું રળીને ખાતા હોય છે.
રાજકોટના હુન્નર અને આવડતને આધારે નાનામાં નાના ધંધો, કે રોજગાર કરતો કોઈ પણ વ્યક્તિ પોતાની સ્કિલ વર્ક પ્રોફાઇલ એક વિશાળ પ્લેટફોર્મ પર લિસ્ટ કરાવી શકે છે. ઘરે રહીને લઘુ ઉદ્યોગ લક્ષી કામ કરીને આર્થિક ઉપાર્જન કરતી મહિલાઓની પ્રોડ્કટને ડિજિટલ પ્લેટફોર્મ પર નિશુલ્ક ડિજિટલ પ્રેઝેનસ આપી બ્રાન્ડિંગ કરી આપવામાં આવશે.
આ વેબસાઈટને એટલી લોકપ્રીયતા સુધી લઈ જવી છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં લોકો પોતાના એકાઉન્ટ્સ ઓપન કરે એજ રીતે નાના ધંધાર્થીઓ અને કારીગરો પોતાનો વ્યવસાય આ વેબસાઇટ પર નિશુલ્ક રજીસ્ટર કરે, અને લાખો લોકોના વિશાળ નેટવર્કમાં જોડાઈ પોતાની પ્રોફાઇલ રજિસ્ટર્ડ કરી શકે છે.
રાજકોટમાં જો તમે હુન્નર આવડત અને કૌશલ્ય આધારીત આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ કરતાં હોય, તો અમે, અમારી વેબસાઇટ અને એપ્લિકેશન મારફત તમારા કામને વધુ લોકો સુધી પહોંચાડીશું. તમારા પોતાના કામને તેમજ કામની પ્રોફાઇલને ફ્રી માં લીસ્ટ કરાવા માટે તમારું નામ, વ્યવસાય અને સરનામું 743 500 5001 પર વોટ્સેપ કરો.
મારો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેને પૂરું કરવામાં અસંખ્ય મિત્રોનું પીઠબળ રહ્યું છે, જેને મારુ મનોબળ સતત ટકાવી રાખવામાં મને મદદરૂપ થયા છે. એ માટે મિત્રોનો આભાર માનું એટલો ઓછો છે. લાખો લોકોને સાંકળતું એક વિશાળ વેબસાઇટ અને એપ્લિકેશન પ્લેટફોર્મ અને નાના વ્યવસાયો કરતાં લોકોને આર્થિક ઉપાર્જનમાં ટેકનોલોજીનું ઇમ્પોર્ટનસ આ વિચારને આવતીકાલે પહેલી નવરાત્રી એ મુક્ત કરું છું.
રાજકોટ થી શરૂ કરીએ છીએ , જોઈએ કારવો કયા સુધી પહોંચે છે. ઉમ્મીદ મોટી છે, અને તરકશના તિરો પણ આજમાઈશ માટે તૈયાર છે. આવતી કાલે વેબસાઇટનું લોન્ચિંગ છે, આવનાર સમયમાં વેબસાઇટ અને એપ્લિકેશનની માહિતી રજુ કરીશ.
ચલ ઝીંદગી ફરીવાર એક નવી શરૂઆત કરીએ, જે ઉમ્મીદ બીજા પાસે કરી હતી, એ હવે ખુદ પાસે કરીએ. — અજ્ઞાત